આ છે દુનિયાનો આઠમો ખંડ, જ્યાં માનવી નથી પહોંચી શકતો, જાણો કેમ?

By TEAM GUJJUPOST Jun 11, 2024

નવી દિલ્હી:જો તમને પૂછવામાં આવે કે દુનિયામાં કેટલા ખંડો છે તો તમારો જવાબ સાત હશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં સાત નહિ પરંતુ કુલ આઠ ખંડો છે. આઠમા ખંડની શોધ થોડા વર્ષો પહેલા વૈજ્ઞાનિકોએ કરી હતી. તમે વિશ્વના સાત ખંડો વિશે જાણતા જ હશો, જેમાં આપણે એક ખંડ એટલે કે એશિયા ખંડમાં રહીએ છીએ. આ સિવાય યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાના નામ પણ સામેલ છે. પરંતુ આજે અમે તમને દુનિયાના આઠમા ખંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની શોધ થોડા વર્ષો પહેલા વૈજ્ઞાનિકોએ કરી હતી. આ ખંડ છેલ્લા 375 વર્ષથી ગાયબ હતો પરંતુ વૈજ્ઞાનિકોએ ઘણા વર્ષોની મહેનત પછી તેને શોધી કાઢ્યું. વૈજ્ઞાનિકોએ આ ખંડનું નામ ઝીલેન્ડિયા રાખ્યું છે. જેના સુધી પહોંચવું મનુષ્ય માટે ઘણું મુશ્કેલ છે.

 

આ ટાપુનો 94 ટકા ભાગ પાણી હેઠળ છે

વૈજ્ઞાનિકોના મતે આ ખંડ છેલ્લા ચારસો વર્ષથી લુપ્ત થઈ ગયો હતો. માનવી માટે આ ખંડ સુધી પહોંચવું મુશ્કેલ છે. કારણ કે આ ખંડ 94 ટકા પાણીની નીચે છે, આ ટાપુ ન્યૂઝીલેન્ડ જેટલો નાનો છે. મીડિયા અહેવાલો અનુસાર, ઝીલેન્ડિયા 1.89 મિલિયન ચોરસ માઇલ એટલે કે 4.9 મિલિયન ચોરસ કિમીનો વિશાળ ખંડ છે, જે મેડાગાસ્કર કરતા લગભગ છ ગણો મોટો છે.વૈજ્ઞાનિકોની ટીમના જણાવ્યા અનુસાર, વિશ્વમાં વાસ્તવમાં 8 ખંડો છે પરંતુ આપણે ફક્ત સાત વિશે જ જાણીએ છીએ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઝીલેન્ડિયાનો અભ્યાસ કરવો હંમેશા મુશ્કેલ રહ્યો છે. હાલમાં, વૈજ્ઞાનિકો હવે સમુદ્રતળમાંથી લાવવામાં આવેલા ખડકો અને કાંપના નમૂનાઓના સંગ્રહનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી મોટાભાગના ડ્રિલિંગ સાઇટ્સ પરથી લાવવામાં આવ્યા છે.

આ ટાપુ 23 મિલિયન વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયો હતો

સેટેલાઇટ ઇમેજ બતાવે છે કે આ ટાપુ ઓસ્ટ્રેલિયા જેટલો છે. વૈજ્ઞાનિકોના મતે આ ઝીલેન્ડિયા લગભગ 23 મિલિયન વર્ષો પહેલા સંપૂર્ણપણે ડૂબી ગયું હશે. જેનો મોટાભાગનો ભૂમિ વિસ્તાર (94 ટકા) પેસિફિક મહાસાગર હેઠળ ડૂબી ગયો છે. અહેવાલ અનુસાર, ખડકોના નમૂનાઓના અભ્યાસમાં પશ્ચિમ એન્ટાર્કટિકામાં ભૂસ્તરશાસ્ત્રીય પેટર્નનો ખુલાસો થયો છે. જેમાં ન્યુઝીલેન્ડ ઝીલેન્ડિયાનો સૌથી મોટો હિસ્સો છે જે દરિયાની સપાટીથી ઉપર સ્થિર છે. આ પછી ન્યુ કેલેડોનિયા છે. એવું કહેવાય છે કે તે સૌપ્રથમ 1642 માં ડચ વેપારી અને નાવિક એબેલ તાસ્માન દ્વારા શોધાયું હતું. પરંતુ વૈજ્ઞાનિકોએ આ ટાપુની શોધ 2017માં કરી હતી.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *