સુરત, સુરતના કિમમાં રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લી મળી આવી હતી. કોઈ અજાણ્યાએ ફિશ પ્લેટ અને ચાવી ખોલીને અપ ટ્રેક પર રાખી દીધી હતી. ત્યારે ઘટના અંગેની જાણ થતાં જ ટ્રેનનું આવાગમન રોકી દેવામાં આવ્યું હતુ જેથી મોટી જાનહાની ટળી હતી.
સુરત ફરી એકવાર ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ત્યારે ફરી એકવાર ટ્રેન સાથે ચેડા થતા હોબાળો મચી ગયો છે. ત્યારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને ફરીયાદ નોંધવામાં આવી છે.મળતી માહિતી મુજબ પશ્ચિમ રેલવે, વડોદરા ડિવીઝનમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર
સુરતના કિમમાં રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લી મળી આવી હતી. કોઈ અજાણ્યાએ ફિશ પ્લેટ અને ચાવી ખોલીને અપ ટ્રેક પર રાખી દીધી હતી. ત્યારે ઘટના અંગેની જાણ થતાં જ ટ્રેનનું આવાગમન રોકી દેવામાં આવ્યું હતુ જેથી મોટી જાનહાની ટળી હતી. આ ઘટના બાદ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરીયાદ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરીયાદ
પશ્ચિમ રેલવે, વડોદરા ડિવીઝનમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર સામે આવ્યું છે. જોકે આ પહેલીવાર નથી અગાઉ પણ આવુ બની ચૂક્યું છે ત્યારે મોટો સવાલ એ છે કે કોણ ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે અને શા માટે? જોકે સમગ્ર ઘટનાની જાણ થતા જ તપાસ અધિકારી ત્યા પહોંચી ગયા હતા અને ટ્રેનના અવાગમન રોકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનના પાટા પરની ફિશ પ્લેનને ખોલીને તેની ઉપ્પર મુકી દેવામાં આવી હતી આ પહેલા યુપીના રામપુરમાં પર ટ્રેક પર લોંખડનો થાંભલો મળી આવ્યો હતો જોકે સમય સૂચકતા પહેલા જાણ થઈ જતા હોનારત ટળી હતી. ત્યારે આવી જ ઘટના ફરી સુરતમાં બની છે ત્યારે આ ઘટનાને પગલે હાલ તપાસ શરુ કરી દેવામાં આવી છે.