Sun. Sep 15th, 2024

કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ખડી પડ્યાં:વારાણસીથી અમદાવાદ તરફ આવી રહી હતી; DRMએ કહ્યું- કોઈ જાનહાનિ થઈ નથી

નેશનલ ન્યૂઝ ડેસ્ક, ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ (19168) પાટા પરથી ખડી પડી છે. તેના 25 ડબ્બા ડિરેલ થયા છે. ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ આવી રહી હતી. આ દુર્ઘટનામાં કોઈની જાનહાનિ થઈ નથી. થોડાં યાત્રીઓ ઘાયલ થયા છે. રેસ્ક્યૂ ઓપરેશન શરૂ છે.

કાનપુર શહેરથી 11 કિમી દૂર ભીમસેન અને ગોવિંદપુરી સ્ટેશન વચ્ચે સવારે 2.45 વાગ્યે આ અકસ્માત થયો હતો. નોર્થ સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે બોલ્ડર સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. કાનપુરથી બુંદેલખંડ અને મધ્યપ્રદેશ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે.


અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ જઈ રહી હતી. ઘટનાસ્થળે રેલવે કર્મીઓનો સ્ટાફ દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો પણ મદદ માટે દોડી આવ્યા હતા.
ઝાંસી ડિવિઝનના ડીઆરએમ દીપક કુમારે કહ્યું- કાનપુરમાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ મુસાફરોને ટ્રેન દ્વારા કાનપુર પરત લઈ જવામાં આવ્યા છે. સઘન તપાસ બાદ સાચું કારણ જાણવા મળશે.
ટ્રેન ધીમી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી


ડીએમ રાકેશ કુમાર સિંહે કહ્યું- કોઈ જાનહાનિ નથી. કેટલાક લોકોને થોડી ઈજા થઈ છે. તેની સારવાર કરવામાં આવી રહી છે. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમે બસો અને એમ્બ્યુલન્સ બોલાવી છે. ઈજાગ્રસ્ત મનોજે કહ્યું- અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા. ટ્રેનની ગતિ ધીમી હતી. આ કારણે અમે બચી ગયા


ડીએમ રાકેશ કુમાર સિંહે કહ્યું- કોઈ જાનહાનિ નથી. કેટલાક લોકોને થોડી ઈજા થઈ છે. તેની સારવાર કરવામાં આવી રહી છે. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમે બસો અને એમ્બ્યુલન્સ બોલાવી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા મનોજે કહ્યું- દુર્ઘટના સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા. ટ્રેનની ગતિ ધીમી હતી. આ કારણે અમે બચી ગયા.

Related Post