Sat. Oct 12th, 2024

બજાજ ચેતક બ્લુ 3202 સિંગલ ચાર્જમાં 137 કિમી દોડશે, જુના ઇલેક્ટ્રિક સ્કૂટર કરતા ₹ 8000 સસ્તું

ઓટોહબ ન્યુઝ ડેસ્ક, બજાજ ચેતક બ્લુ 3202 નવા અવતારમાં લોન્ચ થયું છે. તે બજાજ ઓટોના ઇલેક્ટ્રિક સ્કૂટરનું નવું વેરિઅન્ટ છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં નવા સેલ આપવામાં આવ્યા છે, જે બેટરી કેપેસિટીમાં કોઇ ફેરફાર ન થયા બાદ પણ વધારે રેન્જ આપવાનો દાવો કરે છે. સૌથી ખાસ વાત એ છે કે, પહેલા તેની રેન્જ 125 કિમી હતી જે હવે વધીને 137 કિમી થઇ ગઇ છે. એટલું નહીં પ્રથમ અર્બન વેરિયન્ટ કરતા નવું બજાજ ચેતક બ્લુ 3202 સ્કૂટર 8000 રૂપિયા સસ્તું છે.

બજાજ ચેતક બ્લુ 3203 બેટરી અને માઇલેજ

બજાજ ચેતક બ્લુ 3203ના ચાર્જિંગ સિસ્ટમની વાત કરીયે તો ઓફ બોર્ડ 650 વોટ ચાર્જર આપવામાં આવ્યું છે. આ ચાર્જર વડે બેટરી ચાર્જ થવામાં 5 કલાક અને 50 મિનિટ જેટલો સમય લાગે છે. ચેતક બ્લુ 3202 અંડરપિનિંગ અને ફીચર્સના મામલે અર્બન વેરિયન્ટ જેવું છે. તેનો અર્થ એ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કીલેસ ઇગ્નિશન અને કલર એલસીડી ડિસ્પ્લે મળે છે.

બજાજ ચેતક બ્લુ 3203 ફીચર્સ 


બજાજ ચેતક બ્લુ 3203 ઇલેક્ટ્રિક સ્કૂટર 5000 રૂપિયાની કિંમત વાળા ઓપ્શન ટેકપેક સાથે તેમાં સ્પોર્ટ્સ મોડ, 73 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, હિલ હોલ્ડ અને રિવર્સ મોડ પણ મળે છે. બજાજ ચેતક બ્લુ 3203 ઇલેક્ટ્રિક સ્કૂટર 4 કલર – બ્રુકલિન બ્લેક, સાયબર વ્હાઇટ, ઇન્ડિગો મેટાલિક અને મેટ કોર્સ ગ્રે કલરમાં ઉપલબ્ધ છે. સ્ટાન્ડર્ડ બજાજ ચેતક બે ટ્રિમ્સ -અર્બન અને પ્રીમિયમ માં ઓફર કરવામાં આવે છે

બજાજ ચેતક બ્લુ 3203 બ્રેકિંગ સિસ્ટમ અને કલર


ચેતક બ્લુ 3202 ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ડિસ્ક બ્રેક, એલોય વ્હીલ, એલઇડી લાઇટિંગ, ટેલીસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન, મેટલ બોડી પેનલ અને બેટરી IP67 વોટરપ્રુફિંગ સાથે આવે છે. બ્રેક સિસ્ટમની વાત કરીયે તો તેમાં બંને બાજુ ડ્રમ બ્રેક ફિટ કરવામાં આવી છે. તેમાં ટર્ન બાય ટર્ન નેવિગેશન, મ્યુઝિક કન્ટ્રોલ, કોલ એલર્ટ અને કસ્માઇઝેબલ થીમ સાથે કલર્ડ ટીએફટી ડિસ્પ્લે, ફોલો મી હોમ લાઇટ અને બ્લૂટૂથ એપ કનેક્ટિવિટી આપવામાં આવી છે.

બજાજ ચેતક બ્લુ 3203 કિંમત


બજાજ ચેતક બ્લુ 3203 ઇલેક્ટ્રિક સ્કૂટર બજાજ ઓટો દ્વારા બહુ વાજબી કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. બજાજ ચેતક બ્લુ 3203 ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 1.15 લાખ રૂપિયા છે, જે અગાઉના ઇલેક્ટ્રિક સ્કૂટર કરતા 8000 રૂપિયા સસ્તું છે. અગાઉના બજાજ ચેતક અર્બન વેરિયન્ટની કિંમત 1.23 લાખ રૂપિયા છે. તમે બજાજ ચેતક બ્લુ 3203 ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીની સત્તાવાર વેબસાઇટ પર માત્ર 2000 રૂપિયાની ટોકન રકમ સાથે બુકિંગ કરાવી શકો છે. સ્ટાન્ડર્ડ બજાજ ચેતક બે ટ્રિમ્સ – અર્બન અને પ્રીમિયમ મોડલમાં ઉપલબ્ધ છે.

બજાજ ચેતક બ્લુ 3202 vs હરિફ ઇલેક્ટ્રિક સ્કૂટર


બજાજ ચેતક બ્લુ 3202 ભારતીય બજારમાં Ather Rizta, Ola S1 Air, અને TVS iQube S, અને Hero Vida V1 સાથે સ્પર્ધા કરશે. જોકે સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરાયો નથી, અલબત્ત નવું ચેતક બ્લુ 3202 4.2 કિલોવોટ હબ માઉન્ટેડ પીએમએસ મોટર દ્વારા સંચાલિત થવાની અપેક્ષા છે જે 5,36 bhp અને 16 Nm ટોર્ક જનરેટ કરે છે.

Related Post