Thu. Feb 13th, 2025

ભૂજના સ્મૃતિવનને યુનેસ્કો તરફથી મળ્યો પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ

IMAGE SOURCE- GUJARAT INFORMATION DEPARTMENT

રિજનલ ન્યૂઝ ડેસ્ક, ભૂજ સ્મૃતિ વનને વિશેષ એવોર્ડ મળ્યો છે. યુનેસ્કો દ્વારા પ્રિક્સ વર્સેઈલ એવોર્ડ એનાયત થયો છે. મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા એવોર્ડ એનાયત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ભૂજ સ્મૃતિ વનને વિશેષ એવોર્ડ યુનેસ્કો દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. યુનેસ્કો દ્વારા પ્રિક્સ વર્સેઈલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ એનાયત કાર્યક્રમમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. સ્પેઈન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એવોર્ડ એનાયત કરાયો હતો.

ગુજરાતમાં એક નવા પ્રવાસન સ્થળનો ઉમેરો થવા જઇ રહ્યો છે. લીલાછમ ડુંગરો અને ડુંગરો વચ્ચેના ભૂલભલામણી જેવા આ રસ્તાઓ. આ દ્રશ્યો છે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્મૃતિ વનના. હાલમાં આ પ્રોજેક્ટની કામગીરી સંપૂર્ણ પણે પૂર્ણ થઇ નથી. કામ ચાલી રહ્યું છે. પરંતુ સૌ પ્રથમવાર આ પ્રોજેક્ટના આકાશી દ્રશ્યો સૌ પ્રથમ વાર સામે આવ્યા છે.

કચ્છમાં પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્મૃતિ વન તૈયાર થઇ રહ્યું છે. તેના આ ડ્રોન શોટ છે. કચ્છની લીલુડી ધરતી જોઇને એક હરખની લાગણી અનુભવાઇ રહી છે. ભુજિયા ડુંગરની તળેટીમાં આકાર લઈ રહેલા સ્મૃતિવનનો એરિયા લગભગ 300 એકર જેટલો છે. જેના આકાશી દ્રશ્યો સામે આવતા એમ લાગી રહ્યુ છે કે જાણે કચ્છે લીલી ચાદર ઓઢી હોય.

470 એકરમાં ફેલાયેલું છે સ્મૃતિવન
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા, કચ્છ કલેક્ટર કચેરીની વહીવટી સહાયથી વિકસાવવામાં આવેલું સ્મૃતિવન કુશળતા અને વિઝનના સહિયારા પ્રયાસને પ્રતિબિંબિત કરે છે. સ્મૃતિવન ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં, વિશ્વના સૌથી વિશાળ મિયાંવાકી જંગલમાં 3 લાખ વૃક્ષો છે. ઉપરાંત ભૂકંપમાં મૃત્યુ પામેલે લોકોને શ્રદ્ધાંજલિરૂપે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી, અહીં નિર્માણ થયેલા 50 ચેકડેમની દીવાલો લગાવવામાં આવી છે.

આ ઉપરાંત સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવિનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11,500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યુઝિયમનો સમાવેશ થાય છે.

ભૂકંપની અનુભૂતિ કરવા બનાવાયું છે ખાસ થિયેટર
2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. 360 ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે. કચ્છ આવનારા પ્રવાસીઓ માટે આ સ્મૃતિવન મ્યુઝિયમ જોવાલાયક સ્થળ તરીકે આકર્ષણ બન્યું છે.

કચ્છના સ્મૃતિ વનમાં લીલોતરીનું સામ્રાજ્ય

આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે ચોમેર માત્ર હરિયાળી જ છવાયેલી છે. પ્રથમ ફેઝમાં 52 ચેકડેમ, પાથ વે અને સનસેટ પોઇન્ટની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.જ્યારે બીજા ફેઝનું કામકાજ ચાલી રહ્યું છે. અહીં આકાર પામી રહેલું મ્યુઝિયમ આગવી વિશિષ્ટતા ધરાવે છે. લોકોને સ્વંયભૂ ભૂકંપની અનુભૂતિ થાય તે પ્રકારે આ મ્યુઝિયમ નિર્માણ પામી રહ્યું છે.

આ ઉપરાંત ચેકડેમોની ફરતે ધરતીકંપના મૃતકોની નામાવલિ લગાવવામાં આવશે. ભૂકંપમાં મોતને ભેટેલા કચ્છનાં લોકોના નામ અને ગામ સાથેની યાદી 52 ચેકડેમ પર લગાવશે જેથી તેમની યાદ સ્મૃતિમાં જળવાઈ રહે. આ ઉપરાંત સોલાર પાવર પ્લાન્ટ લગાવાયો છે જેનાથી સમગ્ર સ્મૃતિવનમાં લાઈટનો ઝગમગાટ જોવા મળશે.

85 હજારથી વધુ વૃક્ષોનું છે વાવેતર

ભુજિયા ડુંગરની તળેટીમાં પ્રોજેકટ ચાલતો હોય ફરતે ગ્રીલ અને પાર્કિંગ વ્યવસ્થા, રોડ રસ્તા સાથે ડુંગરની ઐતિહાસિકતા અને કિલ્લાનો ઇતિહાસ જાળવવા સમારકામ અને રીનોવેશન પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સ્મૃતિવન હરિયાળું બનાવવા માટે સંસ્થાઓ દ્વારા 35 હજાર વૃક્ષો સાથે કુલ 85 હજાર વૃક્ષોનું 200થી 300 એકરમાં વાવેતર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 2001માં કચ્છમાં ભૂકંપમાં મોતને ભેટેલા લોકોની સ્મૃતિમાં આ સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

Related Post