Sat. Sep 7th, 2024

યુપીઆઈ વડે એટીએમ માં કેશ જમા થશે, જાણો UPI ICD ફીચર્સ ઉપયોગ કરવાની રીત

યુટિલિટી ન્યૂઝ ડેસ્ક, યુપીઆઈ વડે ડેબિટ કાર્ડ વગર જ એટીએમમાં કેશ જમા કરી શકાશે. આરબીઆઈ દ્વારા નવું યુપીઆઈ ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર ટી રવી શંકર દ્વારા 29 ઓગસ્ટ, 2024ના રોજ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2024માં નવી સુવિધા યુપીઆઈ ઇન્ટરઓપરેબલ કેશ ડિપોઝિટ (UPI ICD) ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યું છે.

યુપીઆઈ વડે એટીએમ માં કેશ જમા થશે (Deposit cash in ATM By UPI)


યુપીઆઈ વડે એપટીએમમાં રોકડ રકમ જમા કરી શકાશે. આ નવી સુવિધાથી તમે કોઇ પણ પ્રકારના ડેબિટ કાર્ડ વગર એટીએમમાં કેશ જમા કરાવી શકશો. યુપીઆઈ આઇસીડી યુઝર્સને યુપીઆઈ સર્વિસ મારફતે કાર્ડલેશ કેશ ડિપોઝિટ કરવાની સુવિધા પુરી પાડશે. યુપીઆઈ એટલે કે યુનાફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ ઓનલાઈન પેમેન્ટની સુવિધા પુરી પાડે છે. આ સુવિધા હાલ માત્ર એવા એટીએમમાં ઉપલબ્ધ થશે જેમા રોકડ રકમ ઉપાડવાની અને જમા કરવાની સુવિધા (કેશ રિસાયકલ મશીન) ઉપલબ્ધ છે. તમને જણાવી દઇયે કે, UPI દ્વારા કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા 2023 માં ફરી ચાલુ કરવામાં આવી હતી.

યુપીઆઈ આઈસીડી શું છે? (What Is UPI ICD?)


એનપીસીઆઈ અનુસાર યુપીઆઈ આઈસીડી એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ ઇન્ટરઓપરેબલ કેશ ડિપોઝિટ – એક એવી સુવિધા છે જે યુઝર્સને કોઇ પણ પ્રકારના ફિઝિકલ કાર્ડ વગર એટીએમ મારફતે પોતાના બેંક એકાઉન્ટમાં કેશ જમા કરવામાં સક્ષમ બનાવે છે. UPI ICD સુવિધા સંપૂર્ણપણે યુપીઆઈ યુઝર્સના મોબાઇલ નંબર, વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ અને એકાઉન્ટ આઈએફએસસીના આધારે સંચાલિત થાય છે. આ સુવિધા સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે, જેનાથી યુઝર્સ માટે એટીએમમાં કેશ જમા કરવું સરળ બનશે.

UPI ICD કેવી રીતે કામગીરી કરે છે?


એનપીસીઆઈ મુજબ UPI ICD સર્વિસ કસ્ટમરને યુપીઆઈ વડે પોતાની બેંક કે વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર દ્વારા સંચાલિત એટીએમ માં કેશ જમા કરવાની સુવિધા મળશે. આનાથી તેઓ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ક્યા વગર પોતાના બેંક એકાઉન્ટ કે કોઇ અન્ય વ્યક્તિના બેંક ખાતામાં નાણા ટ્રાન્સફર કરી શકશે.

યુપીઆઈ વડે એટીએમ માં કેશ જમા કરવાની રીત


ICICI ડાયરેક્ટ બ્લોગ અનુસાર યુપીઆઈ વડે એટીએમમાં કેશ જમા કરવાની રીતે આ મુજબ છે

  • યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સપોર્ટ કરતું કેશ ડિપોઝિટ મશીન હોય તેમાં આ સુવિધા મળશે. એટીએમમાં ડેબિટ કાર્ડ વિકલ્પને બદલે UPI કેશ ડિપોઝિટ વિકલ્પ પસંદ કરો
  • યુપીઆઈ એપ વડે કેશ ડિપોઝીટ મશીન પર પ્રદર્શિત QR કોડ સ્કેન કરો
  • હવે તમારે દરેક મૂલ્યવર્ગ (દા.ત. ₹100, ₹500) માટે નોટની સંખ્યા દાખલ કરવી પડશે છે અને કેશ ડિપોઝિટ મશીન કન્ફર્મેશન સ્લિપ પ્રદાન કરી શકે છે.
  • યુપીઆઈ એપ જમા થયેલી રકમ દેખાડશે. એક વાતનું ધ્યાન રાખો કે, તમે એટીએમમાં જમા કરેલી રકમ અને યુપીઆઈ એપમાં દેખાડતી રકમ બંને સમાન હોય.
  • તમારા UPI લિંક્ડ એકાઉન્ટ્સ લિસ્ટ માંથી તમે જે બેંક એકાઉન્ટમાં કેશ જમા કરવા માંગો છો તે પસંદ કરો અને UPI PIN વડે ટ્રાન્ઝેક્શનની પતાવટ કરો.

Related Post