ગાંધીનગર, ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમના પાવન પર્વ રક્ષાબંધનની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રક્ષાબંધનના પર્વની હાર્દિક શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ X પોસ્ટમાં રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યમંત્રીએ પોસ્ટમાં જણાવ્યું હતું કે, આપણા તહેવારો એ આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. એક રાખડીમાં એટલે બધી લાગણી સમાયેલી છે. એક રાખડીમાં કેટલી બધી શક્તિ સમાયેલી છે. રાખડીનું બંધન પરસ્પર વચનોનું બંધન છે. રાખડીનું બંધન એ કદીયે ના ખૂટે તેવા સ્નેહનું બંધન છે. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સૌ બહેનોના સુખમય-મંગલમય જીવન માટે પ્રાર્થના કરું છું.
ઉપરાંત ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસ સ્થાને પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને રક્ષાબંધનની ઉજવણી અંતર્ગત ભાજપ મહિલા મોરચાની બહેનો આવી પહોંચી હતી.
આ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી. તેમજ મુખ્યમંત્રીના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. મંત્રી ભાનુબેન બાબરીયાએ CMને રાખડી બાંધી હતી. તો ગાંધીનગર મેયર મીરાબેન પટેલે CMને રાખડી બાંધી હતી.