Sat. Oct 12th, 2024

દ્વારકામાં ભયાનક અકસ્માત,બે બસ અને બાઇક વચ્ચે ટક્કરમાં 8ના મોત, 14 ઘાયલ

રિજનલ ન્યૂઝ ડેસ્ક,  રાજ્યના દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એક મોટો અકસ્માત, જ્યાં બસ અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર, આ ભયાનક અકસ્માતમાં 8 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ
ગાય અને આખલાને બચાવવા જતાં બસના ડ્રાઇવરે કાવી મારતા બસ ડિવાઇડરને કુદી સામેથી આવતી ઇકો કાર અને સ્વિફ્ટ કાર તેમજ બાઇક સાથે અથડાતાં ઇકો અને સ્વિફ્ટમાં બેસેલા 2 વ્યક્તિ અને બસમાં બેઠેલા 5 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં જ્યારે 25 લોકોને ઈજા પહોંચી હતી.

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એક મોટો અકસ્માત, જ્યાં બસ અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ ભયાનક અકસ્માતમાં 8 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી ગયેલી પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પાસે ગમખ્વાર અકસ્માત બન્યો સાંજના સમયે એક ખાનગી ટ્રાવેલ્સ ની બસ દ્વારકાથી જામનગર થઈ અમદાવાદ તરફ જતી હતી ત્યારે ફર્ન હોટલ પાસે રોડ પર બેઠેલા ગામ તથા આખલા પશુઅને બચાવવા ડ્રાઇવર એ કાવી મારતા આ બસ ડિવાઈડર ટપી સામેથી આવતી એક eeco કાર અને એક સ્વીફ્ટ કાર સાથે અથડાતા તથા એક બાઈક સાથે અથડાતા ઈકો અને સ્વીફ્ટ માં બેસેલા બે વ્યક્તિ અને બસમાં બેઠેલા 5 સહિત કુલ 8 વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા તથા સોળને ગભીર ઈજા થઈ હતી બનાવની જાણ થતા દ્વારકા પ્રાંત અધિકારી તથા દ્વારકા પોલીસ ફાયર બ્રિગેડ સહિતના ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને દ્વારકા તથા ઇમરજન્સીમાં ખંભાળિયા તથા જામનગર મોકલવા વ્યવસ્થા કરવામાં આવી હતી.

દ્વારકા રહેલા સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુ બેરા તથા ધારાસભ્ય પબુભા માણેક તથા અગ્રણી વિજય બુજળ અને રવિ બારાઈ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને વ્યવસ્થા કરી હતી. અકસ્માતમાં ગંભીર ઈજા થયેલા 25 વ્યક્તિઓ પૈકીને પણ કેટલાકની સ્થિતિ નાજુક ગણાવી રહી છે. રસ્તા પર નેશનલ હાઇવે હોવા છતાં પણ રખડતા પશુઓ બેસતા અવારનવાર અકસ્માતો થતા હોય છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીનું નિભરતંત્ર કઈ કરતું ન હોય એમની બેદરકારીથી આવો ગંભીર અકસ્માત સર્જાયો છે એક સાથે 8ના મૃત્યુથી દ્વારકા જિલ્લામાં ભારે શોક ની લાગણી છવાઈ છે.

તમામ પ્રવાસીઓ દ્વારકાથી જામનગર, રાજકોટ, અમદાવાદ તરફ જતા હતા. દ્વારકાના બરડીયા નજીક આવેલ પણ હોટલ ફન પાસે બસ ઇકો કાર અને સ્વીફ્ટ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઘટના સ્થળે મોત થયા છે ત્યારે 4 જેટલા લોકો થાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતદેહો અને થાયલોને સારવાર માટે ખસેડાયા છે જ્યાં રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના અગ્રણી પણ પહોંચ્યા છે.

Related Post