વર્લ્ડ ન્યૂઝ ડેસ્ક, આફ્રિકાના દેશોમાં હાહાકાર મચાવનાર મંકીપોક્સની હવે યુરોપના દેશોમાં પણ એન્ટ્ર થઈ છે,,,, સ્વીડને તેમના દેશમાં મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે,,, જે આફ્રિકાની બહાર જોવા મળેલો પ્રથમ કેસ પણ છે,,, આ સાથે જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ બે વર્ષમાં બીજી વખત આ મંકીપોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે,,,,, સ્વીડિશના જે વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા તે ચેપગ્રસ્ત વ્યક્તિએ આફ્રિકાના એવા ભાગમાં વસવાટ કરી આવ્યો હતો,,,, જ્યાં આ રોગ વ્યાપક પ્રમાણમાં ફેલાયો છે,,,, મંકીપોક્સ નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે,,, કોંગો સહિત આફ્રિકન દેશોમાં વ્યાપક પ્રમાણમાં મંકીપોક્સ ગંભીર રીતે ફેલાઈ ગયા બાદ WHOએ મંકીપોક્સને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે,,,, મહત્વનું છે મંકીપોક્સ નામના વાયરસનું સંક્રમણ મનુષ્યના મોતનું કારણ પણ બને છે,,,, વર્ષ 1958માં વાંદરાઓના એક સમુહથી આ વાયરસ મનુષ્યમાં ફેલાયો હતો,,,, જેના કારણે તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યુ હતું,,,,
મંકીપોક્સના લક્ષણો ફ્લૂના રોગ જેવા
મંકીપોક્સ દુર્લભ અને હળવો સંક્રમિત (monkeypox cases )વાયરસ છે. તે આફ્રિકાના કેટલાક ભાગોમાં ચેપગ્રસ્ત જંગલી પ્રાણીઓમાં જોવા મળ્યો હતો. આ બીમારી સ્મોલ પોક્સ જેવી જ લાગે છે. તેના લક્ષણો ફ્લૂના રોગ જેવા જ છે. પરંતુ આ વાયરસ પ્રાણીઓમાંથી લોકોમાં ફેલાય છે.
શું છે મંકીપોક્સ રોગના લક્ષણો ?
યુએસ સેંટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, રોગ ઘણીવાર ફ્લુ જેવા લક્ષણો( monkeypox symptoms )જેવાકે તાવ, માંસપેશિઓમાં દુ:ખાવો સોજા અને લસિકા ગાંઠોથી શરૂ થાય છે. આની પહેલા ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ નીકળે છે. પાણી ભરેલા ફોડલા પડી જાયbઅને પછી ફોડલા ફૂટી જાય, આ બધા લક્ષણો 4 થી 6 સપ્તાહમાં આવીને જતા રહે છે.
ઝડપથી ફેલાવાનું કારણ ?
વાયરસના ઝડપથી ફેલાવાનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે કોવિડ ગાઈડલાઈન્સ હટ્યા પછી લોકો બેદરકારીથી આમ-તેમ ફરી રહ્યા છે. જેમાં વાઇરસ મંકીમાંથી માણસમાં આવે છે અને માણસ એક બીજાના સંપર્કમાં આવવાથી વાયરસ ફેલાય છે. વાયરસ લાગ્યો હોય તેના મોમાંથી, નાક વાટે આનું સંક્રમણ ફેલાય છે.
શું છે મંકીપોક્સ વાયરસ ?
આ રોગ મંકીપોક્સ નામના વાયરસથી ફેલાય છે. તેનું સંક્રમણ કેટલીક હદ સુધી માણસોમાં અછબડા સમાન છે. મંકીપોક્સની શોધ 1958માં વાંદરાઓના એક સમુહથી થઈ હતી, જેના કારણે તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યુ હતું.
મંકીપોક્સથી બચવા શું કરવું જોઈએ
મંકીપોક્સના કોઈ ખાસ ટ્રિટમેન્ટ આવી નથી.જે લોકોએ સ્મોલ પોક્સની વેકસીન લીધી છે તેવા દેશમાં ઝડપથી ફેલાશે નહિ તેવું તારણ છે. ભારતમાં નહીં આવે પરંતુ તેમ છતાં કેસ કે લક્ષણ જોવા મળશે તો 21 દિવસ આઇસોલેટ રાખવા જોઈએ. જેથી બીજા સંપર્કમાં નહિ આવે અને ફેલાય નહિ, જિનેટિક્સ કહેવાય છે.
આફ્રિકાના દેશોમાં મંકીપોક્સનો હાહાકાર
આફ્રિકાના 13 દેશ મંકીપોક્સના ભરડામાં સંપડાયા
આફ્રિકન ખંડમાં 17 હજારથી વધુ શંકાસ્પદ કેસ
2024માં મંકીપોક્સના લીધે 517 વ્યક્તિઓનો મોત
2023માં 213 લોકોના મંકીપોક્સના લીધે મોત થયા