Sat. Sep 7th, 2024

ગુજરાતમાં આજથી ફરી પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ….

અમદાવાદ, ગુજરાતમાં આજથી ફરીથી વરસાદનો (Gujarat Rain) નવો રાઉન્ડ શરૂ થશે તેવી હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. તારીખ 1 થી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ ધોધમાર વરસાદ (Heavy Rain) આવશે. બંગાળની ખાડીમાં (Bay of bengal) ડીપ ડિપ્રેશન સિસ્ટમ (Deep Depression System) એક્ટિવ થતા વરસાદના એંધાણ છે. આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ડાંગ અને, છોટાઉદેપુરમાં આજે હળવા વરસાદની આગાહી કરાઈ છે.


તેમજ પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જીલ્લામાં યલો એલર્ટ અપાયું છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં વાતાવરણ ચોખ્ખુંં રહેશે. કચ્છ જીલ્લામાં આસના વાવાઝોડાનું સંકટ દૂર થઈ ગયું છે પરંતુ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આજ દિન સુધી આવી સિસ્ટમ ફક્ત ત્રણ વખત જ બની છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે, ખેતરોમાં પાકનો નાશ થવાને કારણે જગતનો તાત હાલ વરસાદથી નાખુશ દેખાઈ રહ્યો છે. કેટલાય જીલ્લામાં પૂૂરની સ્થિતિ નિર્માણ પામી છે. ગઈકાલે ગુજરાતમાં વરસાદ નહીવત્ પ્રમાણમાં જોવા મળ્યો હતો.


2 સપ્ટેમ્બરે દાહોદ, ભરૂચ, નર્મદા, આણંદ, પંચમહાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, વડોદરા અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો 3 સપ્ટેમ્બરે ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર,સુરત, તાપી, નવસારી, વલસાડમાં યલો એલર્ટ અપાયું છે. 4 સપ્ટેમ્બરે વલસાડ, સુરત, તાપી, નવસારી, ભરૂચ, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 5 સપ્ટેમ્બરે વડોદરા, ભરૂચ, અને પંચમહાલમાં આંશિક વરસાદ રહેશે.


ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 100 ટકા વરસાદ થયો છે, પરિણામે રાજ્યના 206માંથી 108 જળાશયો (Reservoir) હાઈ એલર્ટ પર છે. આ સિવાય રાજ્યના 20 ડેમ 50થી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 22 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 12 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે. સરદાર સરોવર ડેમમાં 85 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

Related Post