કાલસર્પ દોષ કેવી રીતે દૂર થશે? જાણો સરળ ઉપાય

By TEAM GUJJUPOST Jun 24, 2024

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાલ સર્પ દોષ એ પૂર્વજન્મનું પરિણામ છે. જ્યારે વ્યક્તિની કુંડળીમાં આ દોષ થાય છે ત્યારે તેને કરિયર, સ્વાસ્થ્ય, દાંપત્ય જીવન અને પ્રેમ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તે દોષથી છુટકારો મેળવવા માટે કેટલાક ઉપાય વિશેષ માનવામાં આવ્યા છે. કાલ સર્પ દોષના કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેને દૂર કરવાના સરળ ઉપાયો અહીં જાણો.

કાલસર્પ દોષ શું છે?

કાલસર્પ દોષ મુખ્યત્વે રાહુ-કેતુના અશુભ પ્રભાવને કારણે ઉદ્ભવે છે. જ્યારે કુંડળીમાં શુભ ગ્રહો રાહુ-કેતુની છાયા કરે છે ત્યારે વ્યક્તિના જીવન પર તેની નકારાત્મક અસર પડે છે. કાલસર્પ દોષના કારણે વ્યક્તિને જીવનના તમામ ક્ષેત્રોમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કાલસર્પ દોષ માટેના ઉપાય

 • કુંડળીમાંથી કાલસર્પ દોષ દૂર કરવા માટે દરરોજ ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ.
 • કાલસર્પ દોષમાંથી મુક્તિ માટે, જાણકાર પંડિતનો સંપર્ક કરવો જોઈએ.
 • ઉજ્જૈનનું સિદ્ધાવત મંદિર, નાસિકનું ત્ર્યંબકેશ્વર મંદિર કાલસર્પ દોષ દૂર કરવા માટે પ્રખ્યાત છે.
 •  આંધ્રપ્રદેશના કાલસસ્તી મંદિરમાં પણ કાલસર્પ દોષને શાંત કરવામાં આવે છે.
 • કાલસર્પ દોષ દૂર કરવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
 • હનુમાન ચાલીસાના પાઠથી પણ કાલ સર્પ દોષની અસર ઓછી થાય છે.
 • કાલ સર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે રોજ 108 વખત મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરો.
 • સોમવારે રુદ્રાભિષેક કરવાથી કાલસર્પ દોષમાંથી પણ રાહત મળે છે.
 • જો કે રૂદ્રાભિષેક કરવા માટે કોઈ સારા પંડિત અથવા જાણકાર વ્યક્તિ પાસે જવું જોઈએ.
 •  પાણીથી ભરેલા નાળિયેરને માથાની આસપાસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવુ
 • ત્યારબાદ નાળિ યેરને નદીમાં તરતું રાખવાથી કાલ સર્પ દોષની અસર ઓછી થાય છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *