સુંદર, લાંબા, કાળા અને મજબૂત વાળ દરેક લોકોની પહેલી પસંદ હોય છે. આજની આ ફાસ્ટ લાઇફમાં વાળને લગતી સમસ્યાઓ લોકોમાં વધતી જાય છે. આ સાથે વાળની ક્વોલિટી સારી કરવા માટે મોટાભાગના લોકો કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ વધારે કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ ટાઇપની કેમિકલ પ્રોડક્ટ્સથી વાળને લાંબે ગાળે અનેક ઘણું નુકસાન થાય છે. આમ, તમે વાળને મજબૂત કરવા ઇચ્છો છો અને સાથે હેર ગ્રોથ ફાસ્ટ કરવો છે તો આ ટિપ્સ તમારા માટે બહુ કામની છે. આ ટિપ્સ તમે રેગ્યુલર ફોલો કરશો તો વાળને લગતી દરેક સમસ્યાઓ દૂર થઇ જશે. તો જાણો આ ટિપ્સ વિશે.. મજબૂત વાળ માટે ઓઇલિંગ ખૂબ જરૂરી છે. ઓઇલિંગથી તમે વાળની ક્વોલિટી સારી કરી શકો છો. ઘણાં લોકો વાળમાં ઓઇલિંગ કરતા નથી જેના કારણે હેરની ક્વોલિટી બગડતી જાય છે. આમ, તમે વાળમાં ઓઇલિંગ કરતા નથી તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. ઓઇલિં કરવાથી વાળને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. આ માટે તમે વાળમાં ઓઇલ કરીને 2 થી 3 કલાક પછી હેર વોશ કરી લો.
ડુંગળીનો રસ લગાવો
ડુંગળી અનેક ગુણોથી ભરપૂર હોય છે. ડુંગળીનો રસ નિયમિત તમે વાળમાં લગાવો છો તો હેર ફોલની સમસ્યા બંધ થઇ જાય છે. આ સાથે ખોડો પણ થતો નથી. વાળના ગ્રોથ માટે ડુંગળીનો રસ અનેક રીતે ફાયદાકારક છે. આ માટે વાળમાં ડુંગળીનો રસ લગાવો અને એક કલાક રહેવા દો. ત્યારબાદ હેર વોશ કરી લો. આમ કરવાથી વાળ લાંબા અને કાળા થશે.
મેથી
મેથી વાળ માટે અનેક રીતે ગુણકારી છે. મેથીમાં પ્રોટીન, આયરન અને નિકોટિનિક એસિડ હોય છે જે વાળના મૂળને અંદરથી મજબૂત કરે છે. મેથીને તમે આખી રાત પાણીમાં પલાળી રાખો અને પછી સવારમાં આ પેસ્ટ બનાવીને વાળમાં લગાવો. આ પેસ્ટથી હેરને લગતી અનેક સમસ્યાઓ દૂર થઇ જશે.
એલોવેરા જેલ
વાળના સારા ગ્રોથ માટે એલોવેરા જેલ અનેક રીતે ગુણકારી છે. એલોવેરા જેલ તમારે અઠવાડિયામાં બે વાર લગાવવાની રહેશે. એલોવેરા જેલથી વાળ ખરતા બંધ થઇ જશે અને ફાસ્ટ હેર ગ્રોથ થશે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે )