નડિયાદઃ આજે ભારત 15 ઓગસ્ટ, 2024 ના રોજ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે સીએમ ભુપેન્દ્ર પટેલે 18 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કર્યું. રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે આ પ્રસંગે ખેડા સાંસદ જિલ્લાના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભારત તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે
આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ છે. ભારત તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. થોડા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચી પરથી તિરંગો ફરકાવ્યો છે. PM મોદી 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવા છે.. આ દરમિયાન 6 હજાર ખાસ મહેમાનો પણ ત્યાં હાજર રહેશે. તિરંગો ફરકાવ્યા બાદ પીએમ મોદી ભાષણ પણ આપી રહ્યા છે.. પીએમ મોદી તેમના ત્રીજા કાર્યકાળમાં સ્વતંત્રતા દિવસના અવસર પર પ્રથમ વખત ત્રિરંગો ધ્વજ ફરકાવનારા ત્રીજા વડાપ્રધાન બન્યા છે.
ભૂપેન્દ્ર પટેલે નડિયાદના પરેડ ગ્રાઉન્ડમાં ત્રિરંગો ફરકાવ્યો
આજે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદના પરેડ ગ્રાઉન્ડમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ‘વડાપ્રધાને આત્મનિર્ભર-વિકસિત-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે અને આ વિઝનને હાંસલ કરવા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.’ ઉલ્લેખનીય છે કે પરેડ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલને યાદ કર્યા
Live: 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત નડીયાદ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ. https://t.co/TkihuhJzwP
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 15, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં આગળ બોલતા ભારતની આઝાદીમાં જેમનો સિંહ ફાળો છે તેવા ગુજરાતના બે મહાપુરુષ મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલને યાદ કરીને વંદન કર્યા હતા.’ તેમજ કહ્યું હતું કે ‘સરદાર પટેલે કુનેહપૂર્વક અખંડ ભારતનું નિર્માણ કર્યું છે.’ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સૌ નાગરિકો માટે આર્શિવાદ રૂપ બની છે, આ યોજનામાં ગુજરાતમાં 2 કરોડથી વધુ ગરીબોને આરોગ્ય સેવા મળે છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ જે વધારાનું પાણી આવ્યું છે તેમાં ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રના જળાશયો ભરીને યોગ્ય જળ વ્યવસ્થા કરી છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, 43 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે, તેમાંથી 9 લાખ ખેડૂતો 7 લાખથી વધુ એકર જમીન પર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.