international masters league 2025:2025 ની પહેલી મેચ ઇન્ડિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે યોજાયો
international masters league 2025: ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) 2025ની શરૂઆત ધમાકેદાર મેચ સાથે થઈ, જેમાં સચિન તેંડુલકરની આગેવાની હેઠળની ભારતીય માસ્ટર્સ ટીમે શ્રીલંકા માસ્ટર્સને 4 રનથી હરાવી રોમાંચક જીત મેળવી. આ મેચમાં કુલ 24 સિક્સર ફટકારાઈ અને બંને ટીમોએ મળીને 440 રન બનાવ્યા, જેણે દર્શકોને ઉત્તેજનાથી ભરી દીધા.
IML 2025 ના લાઇવ સ્ટ્રીમિંગ સંબંધિત માહિતી
હું ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025 મેચો ક્યાં લાઇવ જોઈ શકું?
જો તમે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025 મેચ ટીવી પર જોવા માંગતા હો, તો તેનું કલર્સ સિનેપ્લેક્સ અને કલર્સ સિનેપ્લેક્સ સુપરહિટ્સ પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025 મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?
જો તમે ઘરથી દૂર છો અથવા ક્યાંક મુસાફરી કરી રહ્યા છો અને તમારા સ્માર્ટફોન પર મેચ જોવા માંગો છો, તો તમે Jio Hotstar પર મેચ જોઈ શકો છો.
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025: બધી 6 ટીમોની ટુકડીઓ
ઇન્ડિયા માસ્ટર્સ
સચિન તેંડુલકર (કેપ્ટન), અંબાતી રાયડુ, ગુરકીરત સિંહ માન, સુરેશ રૈના, યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ, સ્ટુઅર્ટ બિન્ની, યુસુફ પઠાણ, નમન ઓઝા (વિકેટકીપર), અભિમન્યુ મિથુન, ધવલ કુલકર્ણી, પવન નેગી, રાહુલ શર્મા, શાહબાઝ નદીમ, વિનય કુમાર.
ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ
શેન વોટસન (કેપ્ટન), કેલમ ફર્ગ્યુસન, નાથન રિઅર્ડન, શોન માર્શ, બેન કટિંગ, ડેન ક્રિશ્ચિયન, બેન ડંક (વિકેટકીપર), પીટર નેવિલ (વિકેટકીપર), બેન હિલ્ફેનહોસ, બેન લાફલિન, બ્રાયસ મેકગેન, જેમ્સ પેટિન્સન, જેસન ક્રેઝા, નાથન કુલ્ટર-નાઇલ, ઝેવિયર ડોહર્ટી.
વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સ
બ્રાયન લારા (કેપ્ટન), ક્રિસ ગેલ, કિર્ક એડવર્ડ્સ, લેન્ડલ સિમન્સ, નરસિંહ ડીઓનારીન, એશ્લે નર્સ, ડ્વેન સ્મિથ, ચેડવિક વોલ્ટન (વિકેટકીપર), દિનેશ રામદીન (વિકેટકીપર), વિલિયમ પર્કિન્સ (વિકેટકીપર), ફિડેલ એડવર્ડ્સ, જેરોમ ટેલર, રવિ રામપોલ, સુલેમાન બેન, ટીનો બેસ્ટ.
ઇંગ્લેન્ડ માસ્ટર્સ
ઇયોન મોર્ગન (કેપ્ટન), ઇયાન બેલ, કેવિન પીટરસન, ડેરેન મેડી, દિમિત્રિઓસ માસ્કરેન્હાસ, ટિમ બ્રેસ્નન, ફિલ મસ્ટર્ડ (વિકેટકીપર), ટિમ એમ્બ્રોઝ (વિકેટકીપર), બોયડ રેન્કિન, ક્રિસ સ્કોફિલ્ડ, ક્રિસ ટ્રેમલેટ, મોન્ટી પાનેસર, રાયન સાઇડબોટમ, સ્ટીવન ફિન, સ્ટુઅર્ટ મીકર.
શ્રીલંકા માસ્ટર્સ
કુમાર સંગાકારા (કેપ્ટન, વિકેટકીપર), અસેલા ગુણારત્ને, લાહિરુ થિરિમાને, ઉપુલ થરંગા, અશન પ્રિયંજન, ચતુરંગા ડી સિલ્વા, ચિંતાકા જયસિંઘે, દિલરુવાન પરેરા, ઇસુરુ ઉદાના, જીવન મેન્ડિસ, સીકુગે પ્રસન્ના, રોમેશ કાલુવિથરણા (વિકેટકીપર), ધમ્મિકા પ્રસાદ, નુવાન પ્રદીપ, સુરંગા લકમલ.
દક્ષિણ આફ્રિકા માસ્ટર્સ
જેક્સ કાલિસ (કેપ્ટન), અલ્વિરો પીટરસન, ફરહાન બેહાર્ડિયન, હાશિમ અમલા, હેનરી ડેવિડ્સ, જેક્સ રુડોલ્ફ, જોન્ટી રોડ્સ, જેપી ડુમિની, વર્નોન ફિલાન્ડર, ડેન વિલાસ (વિકેટકીપર), મોર્ને વાન વિક (વિકેટકીપર), એડી લી, ગાર્નેટ ક્રુગર, મખાયા એનટીની, થાન્ડી ત્શાબાલાલા.