અમદાવાદ, ભગવાન શિવને રીઝવવાનો અને પ્રસન્ન કરવાનો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. ભારતનું શિવનું (Lord Shiva) પ્રથમ જ્યોર્તિલિંગ એવા સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં (Somnath Temple) વહેલી સવારે 4 વાગ્યે ભગવાન શિવના કપાટ ખુલ્યા છે અને હર હર મહાદેવના નારાથી સમગ્ર પરિસર ગૂંજી ઉઠ્યું છે.
આજે શ્રાવણ મહિનામાં આવતા સોમવારના દિવસે અમાસ હોવાથી સોમવતી અમાસનું મહત્વ પણ વધી ગયું છે. આ દિવસે પિતૃતર્પણ, શિવ ભક્તિ, જપ, તપ દાન, પુણ્ય કરવાનો મહિમા અનેક ગણો વધી જાય છે. છેલ્લા સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં આજે વિશેષ પૂજા કરવામાં આવશે. શિવના મંત્રો જાપ જપી મોક્ષ મેળવવા ભક્તોએ વહેલી સવારથી મંદિરોમાં લાઈનો લગાવી દીધી છે. આજે ગુજરાત અને દેશભરમાં શિવના તમામ મંદિરોમાં આસથા, શ્રદ્ધાથી શિવની ભક્થિ કરાશે.
શ્રાવણના સોમવારના દિવસે ભક્તો પોતાના પાપકર્મો ધોવા, તમામ પ્રકારના દોષોથી મુક્તિ મેળવવા ભોળાનાથને ભજવવા વહેલી સવારથી મંદિરોમાં, ઘરોમાં પૂજા-પાઠ કરવા લાગ્યા છે. શ્રાવણના છેલ્લા સોમવારે મંદિરોના પરિસર, ગર્ભગૃહ શિવના નામથી ગૂંજી ઉઠ્યું છે. સોમનાથ મંદિરમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ભક્તો આરામથી દર્શન કરી શકે તે માટે મંદિર સંચાલકો દ્વારા પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
શ્રાવણ માસના અંતીમ દીવસ અને સોમવતી અમાસના સંયોગ છે. પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ પર શ્રદ્ધાળુઓનું ઘોડાપુર જોવા મળ્યું હતું. અહીં હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ છે. ભગવાન કૃષ્ણે 56 કોટી યાદવોના મોક્ષર્થે અહીં તર્પણ વિધિ કરી હતી. પવિત્ર ત્રિવેણી સંગમ માં સોમવતી અમાસના સ્નાનનો અનેરો મહિમા છે. આ ઘાટ પર આજના દિવસે સ્નાન કરવા થી સાત જન્મો ના પાપ માંથી મુક્તિ મળે છે. અમાસના પવિત્ર દિવસે સોમાનાથ મહાદેવના સાનીઘ્યમાં પવિત્ર ત્રિવેણી સંગમમાં મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી, પિત્રુતર્પણ કર્યા બાદ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું.