વેજ ચાઉમીન ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે જેમાં શાકભાજી અને મસાલાને હાઇ હીટ પર પકાવી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. આ ડિશને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી ગ્રેવી કે કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ચાઈનીઝ સ્ટાઈલની ગ્રેવી સાથે પીરસી શકાય. વેજ ચાઉમીન ને એકલું ખાવાની પણ એટલી જ મજા આવે છે.
વેજ ચૌમીન બનાવવાની સામગ્રી
- 200 ગ્રામ ચાઉ મે નૂડલ્સ
- 1 કપ સમારેલી ડુંગળી
- 1 કપ સમારેલા ગાજર
- 1 કપ સમારેલી કોબી
- 1 કપ સમારેલા કાળા મરી
- 3-4 લવિંગ લસણ, સમારેલી
- 2 ચમચી સોયા સોસ
- 1 ચમચી લીલા મરચાની ચટણી
- 1/2 ચમચી ટોમેટો કેચઅપ
- 1/2 ચમચી ખાંડ
- 1 ટીસ્પૂન કાળા મરી
- સ્વાદ માટે મીઠું
વેજ ચૌમીન બનાવવાની પદ્ધતિ
એક મોટા વાસણમાં આઠથી દસ કપ પાણી ઉમેરી એને ઉકાળવા દેવું. હવે તેમાં મીઠું અને થોડું તેલ ઉમેરીને નુડલ્સ ઉમેરવા. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. 5 થી 7 મિનિટમાં નુડલ્સ બફાઈ જશે. નુડલ્સ એકદમ વધારે બફાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું નહીંતર એ સ્વાદમાં સારા નહીં લાગે. જ્યારે નુડલ્સ બફાઈ જાય ત્યારે એક કાણાવાળી ચારણીમાં કાઢી લેવા અને એને ઠંડા પાણીથી ધોઈને તેના પર થોડું તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું જેથી એ એકબીજાને ચોંટી ના જાય. જ્યારે નુડલ્સ બફાતા હોય ત્યારે બધા શાકભાજીને ધોઈને સમારી લેવા.એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ઝીણું સમારેલું આદુ, લસણ અને મરચા ઉમેરીને જ્યાં સુધી લસણ લાઈટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી સાંતળવું. હવે તેમાં બધા શાકભાજી ઉમેરીને 2 મિનીટ સુધી હાઈ હિટ પર પકાવવું. હવે તેમાં મીઠું, મરી અને વિનેગર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવું.બાફેલા નૂડલ્સ ઉમેરી ને બધું બરાબર મિક્સ કરીને 2 થી 3 મિનિટ સુધી હાઈ હીટ પર પકાવવું. લીલી ડુંગળી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દેવો. વેજ ચાઉમીનને કોઈપણ ચાઇનીઝ સ્ટાઇલની વેજિટેરિયન ગ્રેવી સાથે પીરસવું.