Sat. Dec 14th, 2024

અમદાવાદમાં 22 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ, એક વ્યક્તિનું મોત, 100 લોકોને બચાવાયા

રિજનલ ન્યૂઝ ડેસ્ક, અમદાવાદના બોપલ વિસ્તારમાં 22 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે 100 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોઈને આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની જાણ થતાં જ પહોંચીને 100 લોકોને બચાવી લીધા હતા. જો કે, આ દરમિયાન એક મહિલા બેભાન થઈ ગઈ હતી અને તેને હોસ્પિટલ મોકલવામાં આવી હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીએ જણાવ્યું કે આગ ઇસ્કોન પ્લેટિનમના 8મા માળે લાગી હતી. લગભગ 100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બેભાન મહિલાને હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

ઘટનાસ્થળે ફાયરની 13થી વધુ ગાડી તથા 15 જેટલી એમ્બ્યુલન્સ પહોંચી હતી. રાત્રે દોઢ વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવાયો હતો. પ્રારંભિક અહેવાલ અનુસાર ઈલેક્ટ્રિક ડકમાં શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.

આગમાં ફસાયેલા લોકોનો બચાવ
રહેણાક બિલ્ડિંગ હોવાથી 200થી વધુ ફસાયા હતા. જેના પગલે ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર તેમજ ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 50થી વધુ ફાયર જવાનોનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બિલ્ડિંગમાં ફસાયાલે લોકોને સહી સલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે.

શોટ સર્કિટથી આગ લાગી
ફાયર વિભાગની ભારે જહેમત બાદ બોપલના ઇસ્કોન પ્લેટિનિયમ ફ્લેટમાં લાગેલી આગ કાબુમાં આવી છે. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ આઠમા માળે ઈલેક્ટ્રીક ડકમાં આગ લાગી હતી. જેમ આગ ધીમે ધીમે પ્રસરીને 21મા માળ સુધી પહોંચી હતી. ઈલેક્ટ્રીક ડક ફ્લેટમાં 8માળ પર આવેલા 1 અને 4 નંબરના મકાનની બાજુના ભાગે આગ પકડી લીધી હતી. આઠમાં માળથી 21માં માળ સુધી આગ લાગવાની ઘટના બની હતી.

17મા માળે આવેલા એક મકાનમાં આગ પ્રસરી ગઈ હતી જેના કારણે આખું ઘર બળીને ખાક થઈ ગયું છે. બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

10 થી વધુ લોકોને સારવાર માટે ખસેડાયા
હાલ ઘટના સ્થળે 108ની એમ્બ્યુલન્સ હાજર છે. લોકોનો બચાવ કરવામાં આવ્યો છે જ્યારે એક મહિલા ગંભીર રીતે દાઝ્યા હોવાનું જાણ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં 10 થી વધુ લોકોને નજીકની સરસ્વતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે બીજા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. હજી પણ રેસ્ક્યુની સ્થિતિ ચાલુ છે અને અલગ અલગ બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડરને 108ની ટીમ સતત કાર્યરત છે.

5 લોકો ICUમાં સારવાર હેઠળ
​​​​​​​​​​​​​​આ આગનું સ્વરૂપ વિકરાળ હતું કે તેનો ધુમાડો અલગ અલગ માળ સુધી ઉપર પહોંચી ગયો હતો. જેના કારણે અનેક લોકો ડરી ગયા આમ તેમ બચવા માટે પ્રયાસ કરવા ઉપર તો કોઈ ઘરની બહાર જવા માટે પ્રયાસ કરતા ગયા વૃદ્ધ લોકોને ધુમાળાની વધુ અસર થઈ હતી. આ આગની ઘટનામાં 19 ઈજાગ્રસ્ત લોકોને સરસ્વતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. હાલ 5 લોકોને ICUમાં સારવાર આપવામાં આવી રહી છે.

Related Post