Thu. Mar 27th, 2025

PM મોદી(MODI)એ કર્યું વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, C-295 એરક્રાફ્ટ તૈયાર થશે

MODI

PM Modi સાથે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ પણ રહ્યા હાજર

વડોદરા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના વડોદરા પહોંચ્યા છે. PM મોદીએ વડોદરામાં સ્પેનિશ પ્રમુખ પેડ્રો સાંચેઝ સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસ ખાતે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું કે, ભારત-સ્પેન તેમના સંબંધોને નવી દિશા આપી રહ્યા છે.

ટાટા ગ્રૂપના ચેરમેન રહી ચૂકેલા રતન ટાટાને યાદ કરતાં પીએમે કહ્યું કે, જો રતન ટાટા આજે આપણી વચ્ચે જીવિત હોત તો વધુ ખુશ હોત. અમે અમારો નવો રસ્તો નક્કી કર્યો છે અને પરિણામ બધાની સામે છે. C 295 ફેક્ટરી નવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.

“વિશ્વ માટે બનાવો”
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું, મારા મિત્ર પેડ્રો સાંચેઝની આ પ્રથમ ભારત મુલાકાત છે. આજથી અમે ભારત અને સ્પેન વચ્ચેની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ. અમે C 295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના ઉત્પાદન માટે ફેક્ટરી શરૂ કરી રહ્યા છીએ. ભારત અને સ્પેન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા ઉપરાંત આ ફેક્ટરી મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ મિશનને પણ મજબૂત બનાવવા જઈ રહી છે. હું સમગ્ર ટાટા ટીમને શુભેચ્છા પાઠવું છું.

C-295 પ્રોજેક્ટ શું છે?
C-295 પ્રોજેક્ટ હેઠળ કુલ 56 એરક્રાફ્ટનું નિર્માણ થવાનું છે. તેમાંથી 16 એરક્રાફ્ટની ડિલિવરી સ્પેનિશ એરોસ્પેસ કંપની એરબસ દ્વારા કરવામાં આવી રહી છે. આ પછી, બાકીના 40 એરક્રાફ્ટનું ઉત્પાદન ભારતમાં થવાનું છે. Tata Advanced Systems Limited ભારતમાં આ 40 વિમાનોના ઉત્પાદન માટે જવાબદાર છે.

સ્પેનના રાષ્ટ્રપતિએ શું કહ્યું?
આ અવસરે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝે કહ્યું કે, આજે આપણે માત્ર આધુનિક ઉદ્યોગનું ઉદ્ઘાટન નથી કરી રહ્યા. આજે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે કેવી રીતે બે અગ્રણી કંપનીઓ વચ્ચે એક અસાધારણ પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે. પીએમ મોદીના વખાણ કરતા સ્પેનના રાષ્ટ્રપતિએ કહ્યું, વડાપ્રધાન મોદી, ભારત માટે આ તમારા વિઝનની બીજી જીત છે. તમારું વિઝન ભારતને ઔદ્યોગિક પાવરહાઉસ બનાવવા અને રોકાણ અને વેપાર વધારવાનું છે.

તેમણે એમ પણ કહ્યું કે, એરબસ (સ્પેનની એરોસ્પેસ કંપની) અને ટાટા વચ્ચેની આ ભાગીદારી ભારતીય એરોસ્પેસ ઉદ્યોગના વિકાસમાં ફાળો આપશે. આ પ્રોજેક્ટ વિશ્વની બે શ્રેષ્ઠ કંપનીઓને એકસાથે લાવી છે. ટાટા ભારતના ઉદ્યોગની તાકાતનું પ્રતીક છે. તેના ઉત્પાદનો અને સેવાઓ વિશ્વના લગભગ દરેક દેશમાં હાજર છે.

આ પણ વાંચો- પ્રોટોકોલ તોડી દિવ્યાંગ યુવતીને મળ્યા PM મોદી(MODI), યુવતીએ બનાવી 2 દેશના વડાઓની તસવીર

સ્પેનની અગ્રણી એરોસ્પેસ કંપની એરબસ અંગે તેમણે કહ્યું કે, જ્યાં સુધી એરબસનો સવાલ છે, તે એક એવી કંપની છે જે ટેક્નોલોજીકલ ઇનોવેશન અને નોકરીઓ પૂરી પાડે છે. એરબસે ભારતના સંરક્ષણ અને અવકાશ ઉદ્યોગમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું, આ પ્રોજેક્ટ બંને દેશો વચ્ચેના ઔદ્યોગિક સંબંધોને મજબૂત બનાવશે.

“હું પીએમ મોદીને વચન આપું છું”
પીએમ મોદીએ વર્ષ 2022માં વડોદરામાં ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL)નો શિલાન્યાસ કર્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે ટાટા ગ્રૂપના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું, હું પીએમ મોદીને વચન આપું છું કે આજથી બરાબર બે વર્ષ પછી અમે અહીંથી સ્વદેશી બનાવટનું પહેલું એરક્રાફ્ટ ડિલિવર કરીશું.

ટાટા ગ્રુપના ચેરમેને પણ આ પ્રોજેક્ટને ટેકો આપવા બદલ સ્પેનના રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, ટાટા ગ્રુપના 200 એન્જિનિયર આ એરક્રાફ્ટ તૈયાર કરવા માટે સ્પેનમાં પહેલેથી જ ટ્રેનિંગ લઈ રહ્યા છે.

Related Post