Sat. Dec 14th, 2024

SALMAN KHAN ને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી નવી ધમકી, ‘સલમાન ખાન 5 કરોડ રૂપિયા આપે અથવા મંદિરમાં માફી માગે’ તેવો ધમકીમાં ઉલ્લેખ

SALMAN KHAN

 SALMAN KHAN ને ધમકી આપનાર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ હોવાનો દાવો

એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ ડેસ્કSALMAN KHAN નો જીવ જોખમમાં છે. ફરી એકવાર તેને ધમકી મળી છે. ખરેખર, મુંબઈ ટ્રાફિક કંટ્રોલ સેલને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે. બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી નવી ધમકી મળી છે, આ ધમકીમાં કહેવાયું છે કે અભિનેતાએ કાં તો મંદિરની મુલાકાત લઈ કાળા હરણને મારવા બદલ માફી માંગવી જોઈએ અથવા તો 5 કરોડ રૂપિયા ચૂકવવા જોઈએ. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ યુનિટને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ હોવાનો દાવો કરનાર વ્યક્તિ તરફથી સંદેશ મળ્યો હતો. જેમાં કહેવાયું હતું કે, જો સલમાન ખાન આમ નહીં કરે તો તેને જાનથી મારી નાખવામાં આવશે.

જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે અમારા મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ અથવા 5 કરોડ રૂપિયા ચૂકવવા જોઈએ. જો તે આમ નહિ કરે, તો અમે તેને મારી નાખીશું. મહત્વનું છે કે સલમાન ખાનના નામે આ ધમકીભર્યા મેસેજની માહિતી અડધી રાત્રે મળી હતી.  હાલ પોલીસ ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે. હાલમાં સલમાન ખાનને મળેલી ધમકીને લઈને વર્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.  આ ઉપરાંત જે નંબર પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો તેને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.

અમારી ગેંગ હજુ પણ સક્રિય

ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ધમકીભર્યો મેસેજ લોરેન્સ બિશ્નોઈના ભાઈએ મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તે અમારા મંદિરમાં જઈને માફી માંગે અથવા 5 કરોડ રૂપિયા આપે. જો આમ નહીં કરવામાં આવે તો તેઓ સલમાન ખાનને મારી નાખશે. આ મેસેજમાં લખ્યું છે કે અમારી ગેંગ હજુ પણ સક્રિય છે.

આ પણ વાંચો- bold scenes: અત્યંત બોલ્ડ સીન્સથી ભરેલી આ ફિલ્મો આજ સુધી સિનેમાઘરોમાં રિલીઝ નથી થઈ

સલમાનને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી છે

સલમાન ખાનના નામે આ ધમકીભર્યા મેસેજની માહિતી અડધી રાત્રે મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે ટ્રાફિક કંટ્રોલ રૂમમાં કામ કરતા અધિકારીએ ગઈ કાલે (સોમવારે) અડધી રાત્રે આ સંદેશ વાંચ્યો ત્યારે તેને સમગ્ર મામલાની માહિતી મળી. હાલ પોલીસ ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે. 5 દિવસ પહેલા પણ આવું જ કંઈક થયું હતું. હકીકતમાં, 30 ઓક્ટોબરે પણ એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલને ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો. તેમજ 2 કરોડની માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે જો તેને પૈસા નહીં મળે તો તે સલમાન ખાનને મારી નાખશે.

ઘણી વખત ધમકીઓ મળી છે

સલમાન ખાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા બાદ તેની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. પરંતુ ધમકીભર્યા સંદેશાઓનો સિલસિલો અટકતો નથી. માત્ર સલમાન જ નહીં તેના પિતા સલીમ ખાનને પણ ધમકીઓ મળી છે. લોરેન્સ બિશ્નોઈના સહયોગીઓ આ ધમકીઓ અને હુમલાઓની જવાબદારી લેતા જોવા મળ્યા છે. આ કેસમાં ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

હાલમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ના શૂટિંગ માટે હૈદરાબાદ ગયો છે. જ્યાં તેને રશ્મિકા મંદન્ના સાથે એક ખાસ સિક્વન્સ શૂટ કરવાની છે, જે પૂરી કર્યા બાદ તે મુંબઈ પરત ફરશે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા બાદ અભિનેતાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

Related Post