અમદાવાદ, ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો દિવસ એટલે રક્ષા બંધન,,,,, બહેનની નજરમાં પોતાનો ભાઈ સૌથી સવાયો જ હોય છે,,,, પરંતુ જ્યારે ભાઈ 140 કરોડ જનતાનું પ્રતિનિધિત્વ કરતો હોય ત્યારે એક બહેન તરીકે કેવી લાગણી થાય? હાં, અમે વાત કરી રહ્યા છીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માનીતા બહેન કમર શેખની,,,,, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાઈ માનનારા કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાચી શહેરના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો,,,,, કમર શેખે વર્ષ 1981માં મોહસીન શેખ સાથે લગ્ન કર્યા ત્યારથી તે ભારતમાં સ્થાયી થયા છે,,,, કમર શેખ 1990થી એટલે કે છેલ્લા 34 વર્ષથી પીએમ મોદીના સંપર્કમાં છે,,,, કમર શેખ પીએમ મોદીને પોતાના ભાઈ અને પીએમ મોદી તેમને બહેન માને છે,,,, રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને કમર શેખ પોતાના હાથથી પીએમ મોદી માટે રાખડી બનાવે છે અને પીએમ મોદીના કાંડા પર રાખડી બાંધે છે,,,,,
ત્રણ વર્ષ સુધી રાખડી બાંધવા ન જઈ શક્યા
આ વખતે 30માં વર્ષે પીએમ મોદીને રાખડી બાંધવાની તૈયારી કરી રહેલા કમર શેખ કહે છે, “હું આ વર્ષે પીએમ મોદીને જે રાખડી બાંધવાની છું, તે મેં વેલવેટથી બનાવેલી રાખડીમાં મોતી અને જરદોશીનો ઉપયોગ કર્યો છે,,,,, પીએમ મોદીને રાખડી બાંધવા કમર શેખ દિલ્હી પહોંચ્યા છે,,,,, કમરે શેખે કહ્યું કે કોરોના પહેલા તે પોતે પીએમને રાખડી બાંધવા જતા હતી,,,, પરંતુ વર્ષ 2020, 2021, 2022 સહિત ત્રણ વર્ષ સુધી કોરોનાને કારણે તે પોતે પીએમ મોદીને રાખડી બાંધવા જઈ શક્યા ન હતા,,,, પરંતુ વર્ષ 2023માં એટલે કે ગયા વર્ષે તે પતિ મોહસીન શેખ સાથે પીએમ મોદીને રાખડી બાંધવા દિલ્હી ગયા હતા,,,,
કેવી રીતે નરેન્દ્ર મોદી સાથે થઈ મુલાકાત
પીએમ મોદી સાથે છેલ્લા 35 વર્ષથી બહેન તરીકેનો સંબંધ ધરાવતા કમર શેખ જણાવે છે કે વર્ષ 1990માં ગુજરાતના રાજ્યપાલ સ્વર્ગસ્થ ડૉ. સ્વરૂપ સિંહે તેમની પહેલી વાર નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરાવી હતી,,, ડૉ. સ્વરૂપ સિંહે જ્યારે એરપોર્ટથી રવાના થઈ રહ્યા હતા કમર શેખ તેમને મળવા પહોંચ્યા હતા. આ સમયે નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર હતા. ત્યારે ડોક્ટર સિંહે નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે કમર શેખ તેમની પુત્રી છે. આ સાંભળીને નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજથી કમર તેમની બહેન છે. ત્યારથી તે રક્ષાબંધનના તહેવાર પર પીએમ મોદીને સતત રાખડી બાંધી રહી છે.