Sat. Mar 22nd, 2025

SOMNATH MAHASHIVRATRI 2025: મહાશિવરાત્રિ નિમિતે સોમનાથ મંદિર 42 કલાક ખુલ્લું રહેશે

SOMNATH MAHASHIVRATRI 2025

SOMNATH MAHASHIVRATRI 2025: પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ઉજવણી ખાસ રીતે શરૂ થઈ છે. ભક્તોની સુવિધા માટે મંદિર 25 ફેબ્રુઆરીની રાત્રે 12:00 વાગ્યાથી 27 ફેબ્રુઆરીની સાંજે 6:00 વાગ્યા સુધી સતત 42 કલાક ખુલ્લું રહેશે. સવારે 4:00 વાગ્યે મહાપૂજા અને અભિષેક સાથે દિવસની શરૂઆત થઈ, જેમાં શિવલિંગ પર દૂધ, મધ અને ગંગાજળથી અભિષેક કરવામાં આવ્યો. રાત્રે 8:00 વાગ્યે સાગર આરતીનું આયોજન થશે, જે સમુદ્ર કિનારે ભવ્ય દ્રશ્ય રજૂ કરશે.
સોમનાથ ટ્રસ્ટે ઓનલાઇન દર્શન અને પૂજા બુકિંગની સુવિધા પણ શરૂ કરી છે. ભક્તો www.somnath.org પર જઈને રજિસ્ટ્રેશન કરી શકે છે. ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ જણાવ્યું, “અમે 2.5 લાખથી વધુ ભક્તોની અપેક્ષા રાખીએ છીએ. આ વખતે મંદિરને ફૂલો અને દીવડાઓથી ખાસ સજાવટ કરવામાં આવી છે.”
સોમનાથમાં પણ પોલીસ અને સ્વયંસેવકોની ટીમ તૈનાત છે. દર્શન માટે ખાસ કતારો ગોઠવાઈ છે, અને ભક્તોને પાર્કિંગથી મંદિર સુધી શટલ સેવા આપવામાં આવી રહી છે. ટ્રસ્ટે હેલ્પલાઇન નંબર 02795-232423 પણ જાહેર કર્યો છે.
આજે મહાશિવરાત્રીના પર્વ પર દરેક શિવાલયોમાં જઈ ભગવાન શિવનો જળાભિષેક કરે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા ભક્તો દરેક પ્રયાસો કરે છે. આજે તમામ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. મહાશિવરાત્રીના પર્વ મંદિરો બમ-બમ ભોલેના નાદ ગૂંજ્યા છે. એવામાં આજે આ પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

મંદિર દ્વારા ખાસ તૈયારી

જો કે, દરેક કોઈ મંદિરે જઈ શકતા નથી, એવામાં મંદિર પ્રશાસન દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. સોમનાથ મંદિરના સોશિયલ મીડિયા હેન્ડલ પર લાઈવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. એવામાં તમે ઘરે બેઠા સોમનાથ દાદાના દર્શન કરી શકો છો.

મહાશિવરાત્રી પર્વે શ્રી સોમનાથ મંદિરના 42 કલાકના કાર્યક્રમો

દર્શન પ્રારંભ સવારે 4 કલાકે

• પ્રાતઃમહાપૂજા પ્રારંભ 06:00

• સવારની આરતી 07:00

• લઘુરુદ્ર યાગ 07:30થી (મંદિર યજ્ઞશાળામાં)

• શ્રી પાર્થેશ્વર પૂજન 08:00 (મારુતિ બીચ)

• નૂતન ધ્વજારોહણ 08:30

• પાલખી યાત્રા 09:00

• ઋષિકુમારો દ્વારા શાંતિપાઠ 9થી 10

  • શ્રી સોમનાથ પાઘ પૂજન-શોભાયાત્રા 10થી 11

• પરિસર મધ્યાન મહાપૂજા 11:00

• મધ્યાન આરતી બપોરે 12:00

  • જિલ્વાપૂન 1:30મી 02:30

• મહામૃત્યુંજય યજ્ઞ 3થી 6:30

• શૃંગાર દર્શન સાંજે 4થી 8:30 (શિવરાત્રિ મહાત્મ્ય શૃંગાર)

  • સંધ્યાવંદન-પુરુષુક્ત પાઠ 6થી 6:45

• સંધ્યા આરતી 07:00

  • શિવરાત્રી પ્રક્ષાલ પૂજન રાત્રે 8:30
  • પ્રથમ પ્રહર પૂજન 8:40

• પ્રથમ પ્રહર આરતી 9:30

  • જ્યોતપૂજન 10:15

• દ્વિતીય પ્રહર પૂજન 11:00

• દ્વિતીય પ્રહર આરતી 12:30

• તૃતીય પ્રહર પૂજન 2:45

• તૃતીય પ્રહર આરતી 3:30

• ચતુર્થ પ્રડર પૂજન પ્રાતઃ 4:45

• ચતુર્થ પ્રહર આરતી સવારે 5.30

26 ફેબ્રુઆરી સુધી સમુદ્ર દર્શન વોક-વે પર “સોમનાથ મહોત્સવ”માં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ભક્તો માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા કરી શકશે. પોસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવામાં આવશે. દિવ્યાંગ અને વૃદ્ધ ભક્તો માટે સ્વાગત કક્ષ ખાતે ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ રહેશે. તો મંદિરમાં યાત્રીઓની વધતી સંખ્યાને અનુલક્ષીને લોકોની સુવિધા સચવાઈ રહે તેના માટે 3 દિવસ લાઈટ એન્ડ સાઉન્ડ શો બંધ રાખવામાં આવ્યો છે.

Related Post