Sat. Oct 12th, 2024

GST કાઉન્સિલની 54મી બેઠકમાં લેવાયા આ મહત્વના નિર્ણયો, કેન્સરની દવાઓ સહિત આ વસ્તુઓ થશે સસ્તી

યુટિલિટી ન્યૂઝ ડેસ્ક, GST કાઉન્સિલની 54મી બેઠક સોમવારે યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેના કારણે સામાન્ય માણસના ખિસ્સા પર અસર થવાની છે. આ વખતે મળેલી GST કાઉન્સિલની બેઠકમાં કેન્સરની દવાઓ પર GST દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ કેન્સરની દવાઓ સસ્તી થશે. આ બેઠકમાં નમકીન પર ટેક્સ ઘટાડવા અને મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર GST ઘટાડવા વિચારણા કરવા માટે એક કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્સરની દવાઓ સસ્તી થશે


GST કાઉન્સિલની 54મી બેઠકમાં કેન્સરની દવાઓ પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય કેન્સરની સારવારને વધુ સસ્તું બનાવવાનો છે. GST કાઉન્સિલની બેઠક બાદ તેમણે કહ્યું કે, ‘કેન્સરની દવાઓ પરના GST દરમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. કેન્સરની સારવારનો ખર્ચ વધુ ઘટાડવા માટે તેને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી રહ્યો છે.
નમકીન અને નાસ્તો સસ્તો થશે


GST કાઉન્સિલની આ બેઠકમાં અમુક પ્રકારના નમકીન પર GST 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્સિલના આ નિર્ણય બાદ નમકીનના ભાવમાં પણ ઘટાડો થશે.
વીમા પ્રિમિયમ પર સમિતિની રચના કરવામાં આવશે.

વીમા પ્રિમિયમ પર સમિતિની રચના કરવામાં આવશે


નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર GST ઘટાડવાના મુદ્દા પર વિચાર કરવામાં આવશે. આ માટે નવી સરકારી સમિતિની રચના કરવામાં આવશે. આ કમિટી ઓક્ટોબરના અંત સુધીમાં પોતાનો રિપોર્ટ સોંપશે.
વિદેશી એરલાઈન્સને પણ રાહત મળી છે

સોમવારે મળેલી GST કાઉન્સિલની બેઠકમાં વિદેશી એરલાઇન્સ કંપનીઓની સેવાઓની આયાતને GST મુક્ત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિદેશી એરલાઇન્સ કંપનીઓ માટે મોટી રાહત છે.
ધાર્મિક યાત્રાઓ માટે હેલિકોપ્ટર સેવા સસ્તી થશે


GST કાઉન્સિલે ધાર્મિક યાત્રાઓ માટે હેલિકોપ્ટર સેવાઓના સંચાલન પરના ટેક્સમાં ઘટાડો કર્યો છે. કાઉન્સિલે તેને ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તરાખંડના નાણાપ્રધાન પ્રેમચંદ અગ્રવાલના જણાવ્યા અનુસાર કેદારનાથ, બદ્રીનાથ, વૈષ્ણોદેવી મંદિર જેવા ધાર્મિક યાત્રાધામો પર શ્રદ્ધાળુઓને લઈ જતી હેલિકોપ્ટર સેવાઓ પરનો ટેક્સ 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.

Related Post